ગઝલ – ઉદભવ, ઈતિહાસ અને પરિચય

                                            gazal

ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે.

ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). વાસ્તવિક રીતે તો ગઝલ ની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી.  આરબોએ ગદ્યનાં પ્રારંભ બાદ ગદ્યમાં પ્રાસ વાળી રચનાની શરૂઆત કરેલી. જે હાલ શેર સુધી પહોચી છે. પણ અરબસ્તાનમાં ગઝલનો કોઈ કાયમી આકાર નાં બની શક્યો.

ઇસ્લામના નાં વિકાસના તબક્કામાં આરબો એ ઈરાન પર આક્રમણ કર્યું. આથી આરબોની સંસ્કૃતિ ઈરાનમાં વિસ્તરી. અને અરબી કાવ્ય – “કસીદા “ અને “નસીબ” ઈરાન માં પ્રખ્યાત થઇ. પણ તેના વિકાસના પગલે “નસીબ” કાવ્ય પ્રકારનાં રંગ રૂપ બદલાયા અને તેને ગઝલનું રૂપ ધારણ કર્યું.

ગઝલ નો મતલબ થાય – “પ્રિયતમા ના ગીતો “. “આશિક ની વાતો”  

મિલન ની ઝંખના , વિયોગ નું દુખ , તડપ, સ્ત્રી સૌન્દર્ય એ ગઝલ નો મુખ્ય વિષય હતો. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે.

ગઝલને સુફીઓએ પણ ઘણું મહત્વ આપ્યું છે. ગઝલમાં સુફીવાદ ભળતા તેની સુગંધ ઓર પ્રસરી.સુફીઓએ દિવ્ય પ્રેમના અને આત્મા પરમાત્માનાં અર્થમાં આશૂક-માશૂક જેવા પ્રતીકો વ્યક્ત કરી ગઝલને નવા આભૂષણો પહેરાવ્યા. પણ બાદમાં ઈરાનમાં શિયાપંથી રજાઓ આવતા, તેઓ સુફીઓને પસંદ નાં કરતા હોવાથી સૂફીઓને  કોઈ મહત્વ મળ્યું નહિ આથી આ લોકો ભારત તરફ આવ્યા અને ઈ સ્થાયી થયા. આ રીતે ભારતમાં ગઝલનો પ્રવેશ થયો અને ભારતીય સંસ્કૃતિ તેમાં ભળતા ફારસી સાહિત્યનો અનેરા રંગમાં પ્રચાર ઘણો વધ્યો.

આમિર ખુશરોને ભારતમાં ગઝલ ના આદિસર્જક કહેવાય છે. જેને અરબી, ફારસી, વ્રજ જેવી ભાષાઓમાં ગઝલો આપી છે.  ત્યારબાદ ઉર્દુ માં “મિર્ઝા ગાલીબ”, “મીર તકી મીર” જેવા મહાન  ગઝલકારો થયો. અને ગઝલનો સુવર્ણયુગ શરુ થયો.

इश्क़   ने   ‘ग़ालिब’   निकम्मा   कर  दिया

वर्ना   हम   भी  आदमी   थे  काम    के

उनके देखे से जो आ जाती है मुँह पे रौनक
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

ગુજરાત માં ઉર્દુ ગઝલ ૧૭મી સદી ના ઉતરાર્ધ માં ગઝલકાર ‘વલી’ થી શરુ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતી કરણ થવા માંડ્યું. આમ વિદેશી બીજ ગુજરાતી જમીન માં ખેડાવા લાગ્યું.

પણ શુદ્ધ ગુજરાતી માં પ્રથમ વાર ગઝલ ને આકાર આપનાર માણસ હતા – બાલા શંકર કંથારિયા  ( ઉપનામ – બાલ ) તેણે “બોધ” નામ ની પ્રથમ ગઝલ થી  ગુજરાતી ગઝલ નો ઇતિહાસ શરુ કરીને  વ્યવસ્થિત એકડો પાડ્યો એકડો પાડ્યો.

                        “ જીગરનો યાર જુદો તો બધો  સંસાર જુદો છે

                         બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે “

                                      – બાલ 

બાદમાં કલાપી, કાન્ત, મણીલાલ, સાગર, ખબરદાર  જેવા કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો. કેશવ નાયકથી ગુજરાતી ગઝલમાં નવો વળાંક આવ્યો. ગઝલ માટે તેણે યોગ્ય વજન વાળા શબ્દોનો  ઉપયોગ શરુ કર્યો.

તેમની એક રચના-

                      “ મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો

                       તમારો દેશ છે  આખો, ભલેને  સર કરી બેસો “  

 ત્યારબાદ આધુનિક યુગમાં ઘાયલ , મરીઝ, આદીલ , ચિનુંમોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી  જેવા કવિઓએ તેને એક નવો જ રંગ , રૂપ આપ્યા ને સારા ગુજરાતી કપડા માં સજ્જ કરી.

અને હાલના આધુનિક કાળમાં તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણ વાળી Gujlish શબ્દોની રચના વાળી ગઝલનો પણ પ્રયોગ થઇ રહ્યો છે.

હવે, બંધારણીય દ્રષ્ટીએ ગઝલ પરિચય –

 ગઝલ એટલે કાફિયા – રદીફ ને જાળવીને , સરખા માપ ( વજન વાળા ) ચોટદાર શેરો ના સમૂહ

ગઝલના  એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ઘાયલ થી મરીઝ બનાવી દેય છે .

શેર 

શેર એટલે ગઝલ ની બે પંક્તિઓનો  સમૂહ. સાદી ભાષામાં આપણે એને શાયરી કહીએ છીએ.

ગઝલ માં શેરની પંક્તિઓને  “મિસરા”  કહેવાય છે. બે મિસરા ભેગા થઈને એક શેર બને.

                      મૌતની તાકાત શી મારી શકે ? ઝીંદગી તારો ઈશારો જોઈએ

                      જેટલે  ઉંચે જવું હો  માનવી, તેટલા  ઉન્નત વિચારો જોઈએ

                                        – શૂન્ય  પાલનપુરી

                          આપી ગયો તું આંખમાં અંધાર એટલો 
                          દરિયામાં પણ ના હોય દોસ્ત ખાર જેટલો

 – ચંદ્રેશ મકવાણા

                         તારી નજરમાં ડૂબ્યાનું હજુ મને યાદ છે

                         આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે

      –     વિવેક ટાંક

                         ખરું  કહું તો  આ કથા  મારી  નથી
                         છે ખરી પણ આ વ્યથા મારી નથી.

  –     વિરલ દેસાઈ

કાફિયા – શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોમાં  પ્રાસ મળતો હોઈ છે. આ પ્રાસ ને કાફિયા કહેવાય છે

ઉ.દા. મરીઝના ૨ શેર જોઈએ

                       આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

                       જે વચન દેતા નથી  તોયે  નિભાવી  જાય છે

                       ખુદા ની જ્યારથી માની લીધી ખુદાઈને ,

                       નથી  કબુલી જગત ની કોઈ મનાઈને

અહી, પ્રથમ શેર માં ‘આવી’ -નિભાવી’  ખુદાઈને –“ મનાઈને “ એકબીજાના પ્રાસ છે જેને કાફિયા કહેવાય છે .

પણ શેરમાં ક્યારેક કાફિયા બાદ વધારાના શબ્દો કોઈપણ ફેરફાર વિના આવ્યા જ કરતા હોઈ છે આવા શબ્દો ને ‘ રદીફ ’ કહેવાય .

 પ્રથમ શેર માં à ‘જાય છે’ એ રદીફ છે.

 કાફિયા વિના શેર હોઈ શકે નહી. કાફિયા એ ગઝલમાં શેરનો શૃંગાર છે એના વિના ગઝલ સાવ નીસ્વાદ થઇ જાય. જોકે એને ગઝલ કહી જ ના શકાય.

હા , ગઝલ માં શેર ક્યારેક ‘રદીફ’ વિના હોઈ શકે છે .

ઉ.દા. તરીકે બીજા શેર માં જોશો તો દેખાશે કે તેમાં માત્ર ‘કાફિયા’ જ છે , રદીફ નથી . આવા શેર ને “હમ કાફિયા” કહેવાય

મત્લા અને મક્તા-

ગઝલ ના પ્રથમ શેર ને ‘ મત્લા’  કહેવાય છે. ગઝલ માં ‘ મત્લા’ સૌથી પ્રભાવશાલી હોઈ છે. મત્લાના બોલવા સાથે જ લોકો માં વાહ ! વાહ ! ઈર્શાદ ! ઈર્શાદ !  થઇ પડે.

ગઝલનાં  અંતિમ શેર ને ‘ મક્તા’  કહેવાય છે , જે ગઝલ નો અંત સૂચવે છે, મોટા ભાગે ગઝલકારો ‘મક્તા’ માં પોતાનું નામ કે તખલ્લુસ મુકતા હોય છે. મત્લાની જેમ  ‘મક્તા’ પણ એક ધારદાર અંત સાથે વહે છે.

ઉદા.

                       જિંદગીના રસને પીવા માં કરો જલ્દી ‘મરીઝ’

                      એક તો  ઓછી મદિરા  છે  ને ગળતું જામ છે .

તખલ્લુસ રાખવાનું કારણ કોઈ વિશેષ નથી હોતું એ એક આગવી ઓળખ બતાવે છે. ઘણા કવિઓ તખલ્લુસ થી જ પ્રખ્યાત છે

ઉ.દા. તરીકે ઘાયલ , બેફામ , આદીલ , બાલ, મરીઝ , ગની, કાન્ત, કલાપી વગેરે …

કેટલાક કવિઓના નામ ઘણા મોટા હોઈ છે ત્યારે તે નામ નો અંત તખલ્લુસ તરીકે કરે છે

 ઉ.દા. શેબાદમ  આબુવાલ à આદમ

        મહમદ ઈકબાલ  à ઈકબાલ

તો કેટલાક તખલ્લુસ માં પોતાના જન્મ સ્થળ ને પણ દર્શાવે છે

ઉ.દા. – શૂન્ય પાલન પૂરી , સાહિર લુધિયાનવી

ગઝલ સામાન્ય રીતે ઓછા માં ઓછા ૫ શેર થી લઇ ને ૧૯-૨૦ શેર સુધીની હોઈ છે ગુજરાતી ગઝલ માં સર્વ સામાન્ય લઘુતમ સંખ્યા 5 રાખવામાં આવી છે. સમગ્ર ગઝલના સૌથી સારા/ઉતમ  શેરને  ત‘ “શાહ્બેત” કહેવાય છે

ઉ.દા. તરીકે મરીઝ ની એક ગઝલ ના શાહ્બેત જોઈએ ,

નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી ,

મળું હું તમને તો એમાં તમારું હિત નથી,

એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વભાવિકતા,

કે મારો હાલ જુએ છે અને ચકિત  નથી

ફના  થવાની  ઘણી રીત  છે જગતમાં

તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

ગઝલનું ભવિષ્ય –

ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરા” ઓનું આયોજન, જે ગુજરાત માં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીત માં ખાસ ઢાળવામાં નથી આવી , ગુજરાત માં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા જુજ સંગીતકારોએ ગુજરાતી ગઝલ ને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%  ગઝલ થી જાણકાર છે. તેમાં મનહર ઉધાસ ની કેસેટ નો ફાળો છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.

ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી.

-વિવેક ટાંક  ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

एक शहर हे, एक गाँव हे

एक शहर हे, एक गाँव हे
में बसता वही हु,
जहाँ तेरे पाँव हे।
हँसता रहता हु,
बहता रहता हु,
कोई ना मिले तो,
चलता रहता हु,
में रुकता वही हु,
जहाँ तेरी छाव हे …..
अब डूब गया हु,
अब छुप गया हु,
अंदर तक में ,
अब खूब गया हु,
में बचता वही हु,
जहा तेरी नाव हे ……
ख्वाइश भी हे
तमन्ना भी सही,
दूर ना ले जाए,
ए खुदा कही
में झुकता वही हु,
जहा तेरा लगाव हे…..
– विवेक टांक
 · 

ગુજરાતનો ઇતિહાસ દોહરાયો………

આજે બપોરે હું સૂતો  હતો. પણ અચાનક ઉઠ્યો ત્યાં તો ગુજરાત ઇતિહાસ બદલાઈ ગયો. ગુજરાતની રાજનીતિમાં એક ઔર મુખ્યમંત્રી નું રાજીનામુ. ધડાકો કર્યો બેન એ તો……..

વર્ષો પહેલા (2001 પહેલા ) ની ગુજરાતની રાજનીતિ તદ્દન અસ્થિર હતી….ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યાર થી 1980 સુધી એક પણ મુખ્યમંત્રી 5 વર્ષ પૂર્ણ કરી શક્યું નાં હતું.

આજે જેમ મોદી સરકાર 75 વર્ષનો નિયમ લઈને આવી છે એમ જ વર્ષો પેલા કૉંગ્રેસના અધ્યક્ષ કે. કામરાજ પણ આવો ” કામરાજ પ્લાન ” લઈને આવેલા અને એને જ ક્યાંય ને ક્યાંય પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા નો ભોગ લીધેલો. જીવરાજ ભાઈ એ સતા છોડી દેવી જોઈએ એવા દેખાવો થયેલા ને કંટાળેલા મુખ્યમંત્રી એ છોડી પણ દીધી….આ પહેલું સ્વ- બલિદાન હતું.

પછી તો આવું ચાલતું જ રહ્યું…..જેમ કે…..મોંઘવારીના મુદે થયેલ નવનિર્માણ આંદોલન એ ચીમનભાઈ પટેલ નો ભોગ લીધેલો. જો કે કેન્દ્રના હાઇકમાન્ડ ઇન્દિરાગાંધી આમ પણ તેમાથી ખફા તો હતા જ.

માધવસિંહ સોલંકીએ 1980 થી 1985 સૌ પ્રથમ વાર 5વર્ષ પૂર્ણ કર્યા .ને હાશકારો અનુહવ્યો……જો કે તેનો સમય પણ બહુ વિવાદિત રહેલ, અનામત વિરોધી આંદોલન અને KHAM થિયરી  ( ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ ) થી તેની સરકાર બદનામ થયેલી. અંતે અનામત વિરોધી આંદોલન ના લીધે તેને પણ રાજીનામુ પડેલ..

વી.પી.સિંહ એ રાજીવગાંધી ની બોફોર્સ માં સંડોવણીની જાણ લોકોને કરેલી આથી એક સમયે 1989 માં લોકસભામાં  કૉંગ્રેસની હાર થતા શરમ થી પાણી પાણી થયેલ ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ એ પણ રાજીનામુ આપેલ.

પછી રાજીનામા નો દોર બહુ ચાલ્યો. ભાજપ જયારે પહેલી વાર સતા પર આવેલ ત્યારે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવાયેલા. પણ ભાજપના નેતાઓ એ શંકરસિંહ વાઘેલા નેતૃત્વમાં કેશુભાઈઓનો વિરોધ કરેલો.ભાજપ માં જ હજુરીયા- ખજૂરીયા એવા ભાગ  પડયા. ને અંતે કેશુભાઈ પણ રાજીનામાનો ભોગ બન્યા.

ખજૂરીયા ગ્રુપના મુખ્ય મંત્રી સુરેશ મહેતા વખતે તો એટલા અસંતુષ્ટ લોકો હતા કે એને મંત્રીમંડલ માં 41 જેટલા પ્રધાનો ને સ્થાન આપવું પડેલું.. જે જમ્બો પ્રધાનમંડળ તરીકે  પ્રખ્યાત હતું…..

પણ બાપડા સુરેશ મહેતા પણ પક્ષના આંતરિક વિખવાદ નો ભોગ બનીને રાજીનામુ આપી  ભાગી ગયા….

ને ત્યારે શંકરસિંહ બાપુ એ રાજપા પક્ષ બનાવીને નવું મેદાન માર્યું…પણ તે પણ 1 જ વર્ષમાં રાજીનામુ આપી ઘરને વાટ પકડી ચાલતા થયા….

એ પછીના દિલીપ પરીખ તો એટલા કંટાળેલા કે એને રાજ્યપાલને વિધાનસભા ને બરખાસ્ત કરવાનું કહ્યું. ને દુખતા હૃદયે રાજીનામુ આપ્યું….

પણ 1998 ની ચૂંટણી એ ફરી ભાજપને ભવ્ય વિજય આપાવ્યો..ને કેશુ ભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા. પણ 2001 ના ભૂકંપ સાથે એની સરકાર પણ ધ્રુજી ગઈ. ને ધરાશાયી થઇ. બીજી વાર રાજીનામુ જંગલની વાટ પકડવી પડી.

પછી એક નવો જ ચેહરો પ્રવેશે છે. નરેન્દ્ર મોદી………

રાજકીય અસ્થિરતા નું વેળ વાળતા હોય એમ, 2001 થી સતત 2014 સિદ્ધિ પોતાનો ગઢ મજબૂત કર્યો… અને ” વિકાસ વિકાસ વિકાસ ” નાં નામ પર તે ગાંધીનગરથી છેક દિલ્હી પહોંચી ગયા.

ને અમુક લોકોના અણગમા છતાં, પ્રથમ મહિલા મુખ્યમંત્રી – આનંદીબવન બન્યા. આવ્યા ત્યારથી જ એ રાહુ કેતુ લઈને આવ્યા હોય એમ લાગ્યું. ગુજરાતમાં વિવિધ આંદોલનો નો માહોલ શરુ થયો. પાટીદાર આંદોલન થી લઈને દલિત અત્યાચાર સુધીની ઘટનામાં તે સાક્ષી રહ્યા પણ ખાસ પ્રભાવ પાડી શક્યા નહિ.

 આજે ફરી ઇતિહાસ દોહરાયો…….બેન ગયા….હા સાચે જ ગયા. ( થોડા સમય પહેલા – ” બેન જાય છે”  એવા પોસ્ટર વાઇરલ થયા હતા ). ગયા તો ખરા પણ એ પણ ડિજિટલ રીતે…..ફેસબૂક પર રાજીનામુ આપી ને તેણે ” Digital India ” ને દિલથી સહકાર આપ્યો છે…..

હવે  રાજનીતિ શું વળાંક લેશે ??? ભાજપની સાચી કસોટી હવે  છે…..એક બાજુ દેશ લેવલ પર ગુજરાત એક વર્ષથી અંધાધૂંધી થી ગાજે છે….ને બીજી બાજુ રાજનીતિમાં અસ્થિરતા…..

હવે નવો ચેહરો….કોણ ????  શાહ, રૂપાણી, રૂપાલા કે પછી કૈક નવું જ સ્વરૂપ ??? એ જ પ્રતીક્ષા…..ને એ ગુજરાનઈ રાજનીતિમાં સ્થિરતા લાવી શકશે ?? એ સૌથી  મોટો પ્રશ્ન  છે….

– વિવેક ટાંક

એ જ તમારો ઈશ્વર.

વિશ્વમાં ૪૦૦૦ કરતા વધુ ધર્મો છે. મોટા ભાગના ધર્મમાં સ્વર્ગ નર્કના  વિચારો છે, તો જરા વિચારો કે બધા ધર્મ અલગ જ હોય તો કેટલા સ્વર્ગ નર્ક હોય ??

માણસ મરે એટલે બીજી દુનિયામાં અલગ અલગ ધર્મના દ્વાર રાખ્યા હોય ,પોતાના ધર્મના સ્વર્ગ કે નર્ક ની લાઈનમાં ઉભું રહેવાનું..
ને જો કોઈ નાસ્તિક હોય તો એનો તો કૈક અલગ જ દ્વાર હશે ને ?
અ કૈક વિચિત્ર નથી લાગતું ?? તમે જ કહેશો કે આવું થોડું હોય ?

આટલાથી જ આપણને સમજાઈ જવું જોઈએ કે સમગ્ર માનવજાતનું સર્જન અને વિનાશ એક રીતે જ થાય છે. કોઈ એક જ દ્વાર છે પ્રવેશ અને વિદાય નું. બધા ધર્મના મૂળમાં એક જ સ્વયંભૂ તત્વ છે. 

એ જ પ્રકૃતિનો નિયમ છે. એ જ તમારો ઈશ્વર.   

  – વિવેક ટાંક

હિટલરએ જર્મનીમાં યહુદીઓ પર કરેલ ભયંકર અત્યાચાર ની એક ચિત્કાર ભરી દાસ્તાન, જે વાંચીને તમારા રોમ રોમ માં કંપારી છૂટી ઉઠશે કે કોઈ માણસ આટલી ક્રુરતા કેવી રીતે દાખવી શકે ???

Download this Ebook on MATRUBHARTI APPLICATION.

(જે લોકો matrubharti થી અજાણ હોય તેણે ખાસ play store માંથી આ Application ડાઉનલોડ કરવી જોઈએ. ગુજરાતી સાહિત્યના વાંચન માટે આ બેસ્ટ એપ્લિકેશન છે )

નાઝી નરસંહાર

On facebook – http://www.facebook.com/vivek.tank2

ગઝલ – ઉદભવ, ઈતિહાસ અને પરિચય

ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે.

ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). વાસ્તવિક રીતે તો ગઝલ ની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી.  આરબોએ ગદ્યનાં પ્રારંભ બાદ ગદ્યમાં પ્રાસ વાળી રચનાની શરૂઆત કરેલી. જે હાલ શેર સુધી પહોચી છે. પણ અરબસ્તાનમાં ગઝલનો કોઈ કાયમી આકાર નાં બની શક્યો.

ઇસ્લામના નાં વિકાસના તબક્કામાં આરબો એ ઈરાન પર આક્રમણ કર્યું. આથી આરબોની સંસ્કૃતિ ઈરાનમાં વિસ્તરી. અને અરબી કાવ્ય – “કસીદા “ અને “નસીબ” ઈરાન માં પ્રખ્યાત થઇ. પણ તેના વિકાસના પગલે “નસીબ” કાવ્ય પ્રકારનાં રંગ રૂપ બદલાયા અને તેને ગઝલનું રૂપ ધારણ કર્યું.

ગઝલ નો મતલબ થાય – “પ્રિયતમા ના ગીતો “. “આશિક ની વાતો”  
મિલન ની ઝંખના , વિયોગ નું દુખ , તડપ, સ્ત્રી સૌન્દર્ય એ ગઝલ નો મુખ્ય વિષય હતો. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે.

ગઝલને સુફીઓએ પણ ઘણું મહત્વ આપ્યું છે. ગઝલમાં સુફીવાદ ભળતા તેની સુગંધ ઓર પ્રસરી.સુફીઓએ દિવ્ય પ્રેમના અને આત્મા પરમાત્માનાં અર્થમાં આશૂક-માશૂક જેવા પ્રતીકો વ્યક્ત કરી ગઝલને નવા આભૂષણો પહેરાવ્યા. પણ બાદમાં ઈરાનમાં શિયાપંથી રજાઓ આવતા, તેઓ સુફીઓને પસંદ નાં કરતા હોવાથી સૂફીઓને  કોઈ મહત્વ મળ્યું નહિ આથી આ લોકો ભારત તરફ આવ્યા અને ઈ સ્થાયી થયા. આ રીતે ભારતમાં ગઝલનો પ્રવેશ થયો અને ભારતીય સંસ્કૃતિ તેમાં ભળતા ફારસી સાહિત્યનો અનેરા રંગમાં પ્રચાર ઘણો વધ્યો.

આમિર ખુશરોને ભારતમાં ગઝલ ના આદિસર્જક કહેવાય છે. જેને અરબી, ફારસી, વ્રજ જેવી ભાષાઓમાં ગઝલો આપી છે.  ત્યારબાદ ઉર્દુ માં “મિર્ઝા ગાલીબ”, “મીર તકી મીર” જેવા મહાન  ગઝલકારો થયો. અને ગઝલનો સુવર્ણયુગ શરુ થયો.
इश्क़   ने   ग़ालिब‘   निकम्मा   कर  दिया
वर्ना   हम   भी  आदमी   थे  काम    के
उनके देखे से जो आ जाती है मुँह पे रौनक
वो समझते हैं कि बीमार का हाल अच्छा है
ગુજરાત માં ઉર્દુ ગઝલ ૧૭મી સદી ના ઉતરાર્ધ માં ગઝલકાર ‘વલી’ થી શરુ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતી કરણ થવા માંડ્યું. આમ વિદેશી બીજ ગુજરાતી જમીન માં ખેડાવા લાગ્યું.

પણ શુદ્ધ ગુજરાતી માં પ્રથમ વાર ગઝલ ને આકાર આપનાર માણસ હતા – બાલા શંકર કંથારિયા  ( ઉપનામ – બાલ ) તેણે “બોધ” નામ ની પ્રથમ ગઝલ થી  ગુજરાતી ગઝલ નો ઇતિહાસ શરુ કરીને  વ્યવસ્થિત એકડો પાડ્યો એકડો પાડ્યો.

                        “ જીગરનો યાર જુદો તો બધો  સંસાર જુદો છે
                         બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે “
                                      – બાલ 
બાદમાં કલાપી, કાન્ત, મણીલાલ, સાગર, ખબરદાર  જેવા કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો. કેશવ નાયકથી ગુજરાતી ગઝલમાં નવો વળાંક આવ્યો. ગઝલ માટે તેણે યોગ્ય વજન વાળા શબ્દોનો  ઉપયોગ શરુ કર્યો.
તેમની એક રચના-
                      “ મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો
                       તમારો દેશ છે  આખો, ભલેને  સર કરી બેસો “  

 ત્યારબાદ આધુનિક યુગમાં ઘાયલ , મરીઝ, આદીલ , ચિનુંમોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી  જેવા કવિઓએ તેને એક નવો જ રંગ , રૂપ આપ્યા ને સારા ગુજરાતી કપડા માં સજ્જ કરી.

અને હાલના આધુનિક કાળમાં તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણ વાળી Gujlish શબ્દોની રચના વાળી ગઝલનો પણ પ્રયોગ થઇ રહ્યો છે. 
હવે, બંધારણીય દ્રષ્ટીએ ગઝલ પરિચય –

 ગઝલ એટલે કાફિયા – રદીફ ને જાળવીને , સરખા માપ ( વજન વાળા ) ચોટદાર શેરો ના સમૂહ
ગઝલના  એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ઘાયલ થી મરીઝ બનાવી દેય છે .
શેર
શેર એટલે ગઝલ ની બે પંક્તિઓનો  સમૂહ. સાદી ભાષામાં આપણે એને શાયરી કહીએ છીએ.
ગઝલ માં શેરની પંક્તિઓને  “મિસરા”  કહેવાય છે. બે મિસરા ભેગા થઈને એક શેર બને.
                      મૌતની તાકાત શી મારી શકે ? ઝીંદગી તારો ઈશારો જોઈએ
                      જેટલે  ઉંચે જવું હો  માનવી, તેટલા  ઉન્નત વિચારો જોઈએ
                                        – શૂન્ય  પાલનપુરી

                          આપી ગયો તું આંખમાં અંધાર એટલો 
                          દરિયામાં પણ ના હોય દોસ્ત ખાર જેટલો
 – ચંદ્રેશ મકવાણા

                         તારી નજરમાં ડૂબ્યાનું હજુ મને યાદ છે
                         આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે
      –     વિવેક ટાંક

                         ખરું  કહું તો  આ કથા  મારી  નથી, 
                         છે ખરી પણ આ વ્યથા મારી નથી.
  –     વિરલ દેસાઈ
કાફિયા – શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોમાં  પ્રાસ મળતો હોઈ છે. આ પ્રાસ ને કાફિયા કહેવાય છે
ઉ.દા. મરીઝના ૨ શેર જોઈએ
                       આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
                       જે વચન દેતા નથી  તોયે  નિભાવી  જાય છે
                       ખુદા ની જ્યારથી માની લીધી ખુદાઈને ,
                       નથી  કબુલી જગત ની કોઈ મનાઈને

અહી, પ્રથમ શેર માં ‘આવી’ -નિભાવી’  ખુદાઈને –“ મનાઈને “ એકબીજાના પ્રાસ છે જેને કાફિયા કહેવાય છે .
પણ શેરમાં ક્યારેક કાફિયા બાદ વધારાના શબ્દો કોઈપણ ફેરફાર વિના આવ્યા જ કરતા હોઈ છે આવા શબ્દો ને ‘ રદીફ ’ કહેવાય .

 પ્રથમ શેર માં à ‘જાય છે’ એ રદીફ છે.

 કાફિયા વિના શેર હોઈ શકે નહી. કાફિયા એ ગઝલમાં શેરનો શૃંગાર છે એના વિના ગઝલ સાવ નીસ્વાદ થઇ જાય. જોકે એને ગઝલ કહી જ ના શકાય.

હા , ગઝલ માં શેર ક્યારેક ‘રદીફ’ વિના હોઈ શકે છે .
ઉ.દા. તરીકે બીજા શેર માં જોશો તો દેખાશે કે તેમાં માત્ર ‘કાફિયા’ જ છે , રદીફ નથી . આવા શેર ને “હમ કાફિયા” કહેવાય

મત્લા અને મક્તા-
ગઝલ ના પ્રથમ શેર ને ‘ મત્લા’  કહેવાય છે. ગઝલ માં ‘ મત્લા’ સૌથી પ્રભાવશાલી હોઈ છે. મત્લાના બોલવા સાથે જ લોકો માં વાહ ! વાહ ! ઈર્શાદ ! ઈર્શાદ !  થઇ પડે.

ગઝલનાં  અંતિમ શેર ને ‘ મક્તા’  કહેવાય છે , જે ગઝલ નો અંત સૂચવે છે, મોટા ભાગે ગઝલકારો ‘મક્તા’ માં પોતાનું નામ કે તખલ્લુસ મુકતા હોય છે. મત્લાની જેમ  ‘મક્તા’ પણ એક ધારદાર અંત સાથે વહે છે.
ઉદા.
                       જિંદગીના રસને પીવા માં કરો જલ્દી ‘મરીઝ’
                      એક તો  ઓછી મદિરા  છે  ને ગળતું જામ છે .
તખલ્લુસ રાખવાનું કારણ કોઈ વિશેષ નથી હોતું એ એક આગવી ઓળખ બતાવે છે. ઘણા કવિઓ તખલ્લુસ થી જ પ્રખ્યાત છે
ઉ.દા. તરીકે ઘાયલ , બેફામ , આદીલ , બાલ, મરીઝ , ગની, કાન્ત, કલાપી વગેરે …

કેટલાક કવિઓના નામ ઘણા મોટા હોઈ છે ત્યારે તે નામ નો અંત તખલ્લુસ તરીકે કરે છે
 ઉ.દા. શેબાદમ  આબુવાલ à આદમ
        મહમદ ઈકબાલ  à ઈકબાલ

તો કેટલાક તખલ્લુસ માં પોતાના જન્મ સ્થળ ને પણ દર્શાવે છે
ઉ.દા. – શૂન્ય પાલન પૂરી , સાહિર લુધિયાનવી
ગઝલ સામાન્ય રીતે ઓછા માં ઓછા ૫ શેર થી લઇ ને ૧૯-૨૦ શેર સુધીની હોઈ છે ગુજરાતી ગઝલ માં સર્વ સામાન્ય લઘુતમ સંખ્યા 5 રાખવામાં આવી છે. સમગ્ર ગઝલના સૌથી સારા/ઉતમ  શેરને  ત‘ “શાહ્બેત” કહેવાય છે
ઉ.દા. તરીકે મરીઝ ની એક ગઝલ ના શાહ્બેત જોઈએ ,

નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી ,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી,
એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત  નથી
ફના  થવાની  ઘણી રીત  છે જગતમાં
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.
ગઝલનું ભવિષ્ય
ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરા” ઓનું આયોજન, જે ગુજરાત માં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીત માં ખાસ ઢાળવામાં નથી આવી , ગુજરાત માં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા જુજ સંગીતકારોએ ગુજરાતી ગઝલ ને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%  ગઝલ થી જાણકાર છે. તેમાં મનહર ઉધાસ ની કેસેટ નો ફાળો છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.
ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી. 
– Vivek Tank

આજે હું ભારતનાં એક એક માણસની કથા કહીશ, ચીસો પાડીને, કાન ફાટી જાય ત્યાં સુધી કહીશ. કે હવે બસ કરો, હવે જાગો, હવે જુઓ…..

શું સમજીએ છીએ આપણે માણસને ? એક માત્ર જીવતો જાગતો રોબોટ ? એક સામાજિક યંત્ર ? જેમાં લાગણીઓ તો છે પણ એ તો બટન દબાવો તો જ છલકે. એ જીવે છે માત્ર બીજાના સપનાઓ . એ જીવે છે પાડોશી માટે, સમાજ માટે, ખાલી આ દેખાડો છે. ચીટીંગ. પોતાની જાત, પોતાનું અસ્તિત્વ એણે ક્યા ગીરવે મુક્યું છે ?? એ ભૂલી જ ગયો છે કે એ એવું પ્રાણી છે જે પોતાના વિચારોથી ચાલી શકે છે, બીજાના ઇશારાઓથી નહિ.

શા માટે આપણે યંત્રવત થઇ ગયા ? તમને નહિ લાગતું સીસ્ટમ માં કઈ ગડબડ છે ??

બાળપણ માં આપણું હાસ્ય લોકોને મંત્ર મુગ્ધ કરતુ, એનામાં લોકોને ઈશ્વરના દર્શન થતા, એની આંખોમાં વર્તમાન અને ભવિષ્ય ની ચમક હતી. એ સ્મિત,  એ નાદાની, એ એ ચમક ક્યા ભસ્મીભૂત થીમ ગયી ??? એ બચપણ કઈ ગલીમાં ખોવાઈ ગયું ???

હવે તો આ માણસ માત્ર એક નોકરી કરે છે. પૈસા કમાય છે, લગ્ન કરે છે, ઘર ખરીદે છે, લોન લે છે, ખાલી પરિવાર પાળવા ખાતર પાળે છે , મીકેનીકલ સેક્સ કરે છે ને છોકરાઓ પેદા કરે છે અને ફરી એને ઉછેરી ને મોટા કરીને ફરી પોતાના પૂર્વજ ની જેમ સદિયોથી એ જ ઘસાયેલી સાયકલ-cycle ચાલતી રાખે છે ? કોઈ જ ફરક નહિ વર્ષોથી……

શું આ માનવજાત નો એક માત્ર ઉદેશ છે ?? કે બસ એમ જ જીવી નાખો ??? તો માણસ આટલો બુદ્ધિશાળી થયો, સમજદાર તઃયો, concious તઃયો એનો ફાયદો શું ?? માણસ અને પશુમાં તો ભેદ શું ???

આપણે અહી આટલી મોટી પૃથ્વી પર ખાલી એક મકાન બનાવવા આવ્યા છીએ ? ખાલી પૈસા કમાવવા આવ્યા છીએ ??? અરે, રાજા-મહારાજાઓનાં મહેલો પણ ધૂળ થી ધૂળ થઇ ગયા છે, તો આપણા એક ફ્લેટ નું મુલ્ય શું ??? એને જ પકડી રાખીને જીંદગી ઘસી નાખવાની ??

મકાન, પરિવાર, પૈસા, સેક્સ, બાળકો એ બધું જરૂરી છે, એ જીંદગી જીવવાના માધ્યમ છે.  પણ આપણે તો માધ્યમ ને જ Goalમ્માની લીધો. ચુકી ગયા દોસ્ત આપણે આ Game…..
માનવજાત ઈશ્વર તરફથી મળેલી સૌથી મુલ્યવાન ભેંટ છે. એ હજારો રંગ થી  રંગાયેલી છે. બસ ખાલી આપણે Black  & White ના જમાનામાં પડ્યા છીએ. એ જીંદગીનો વાંક કે પછી આપણી આંખ નો ??

આપણે માન, પદ, પ્રતિષ્ઠા , પૈસા, ઈર્ષા, લાલચ માં જિંદગીને સાચી રીતે માણવાનું ભૂલી ગયા છીએ. જીંદગી તો ઉત્સવ છે. નાચવાનો, ગાવાનો, મનાવવાનો, ને આપણે તો હજુયે સુતેલી અવસ્થામાં છીએ, Total Unconciousness……..

હવે જાગીએ, ને જિંદગીને છાતી ફાડ જીવીએ, આપણા માટે જીવીએ, જાતમાં જાત પરોવીને જીવીએ, મરતી વખતે કોઈ અફસોસ નાં થાય એવું જીવીએ. દરિયામાં ડૂબકી લગાવી બુંદ બુંદ બની જીવીએ, નદીની જેમ પહાડો પર થી પડીએ, ને વાદળની જેમ ધોધમાર વરસીએ ઉત્સાહમા-આનંદમાં-પ્રેમ માં, તો જ આ જીંદગી સાર્થક છે, બાકી બધું વ્યર્થ. અંતે તો શૂન્ય માં જ વિલીન છે બધું……ને શૂન્યમાંથી જ ફરી સર્જન

– વિવેક ટાંક

આજ થી હુ એક અલગ જ વિષય પર નવલ કથા લખવા જઈ રહ્યો છુ.,

” યુવાની, રોમાન્સ  અને સેક્સ ” આ વિષય પર ભારત માં  યુવાન સ્ત્રી પુરુષ ની  હાલત, હોર્મોન્સ  નો પ્રભાવ,  સમાજ ના બંધનો, મર્યાદા, સંસ્ક્રુતી અને એક બાજુ કેરીયર. એ અજીબ સંઘર્ષ  છે. આ વિષય પર સમાજનુ તોછડાપનુ પણ બહુ  છે ( પછી ભલે ભરતના જ વાત્સ્યાયન એ દુનિયાની શ્રેષ્ઠ બુક – કામાસૂત્ર લખેલી હોય અને કામના શ્રેષ્ઠ શિલ્પો ખજુરાહો  અને મંદિરોમા કોતરાયા  હોય )

આ બધાથી પીડાતા યુવા વર્ગ ની હાલત ભારત માં કેવી થાય છે એ બાબતે એક મિત્ર સાથે  ચર્ચ કરતા  કરતા મને આ વિષય પર એક લેખ લખવાનો વિચાર આવેલ. અને જ્યારે લેખ ની શરૂઆત કરી તો લાગ્યુ કે  લેખ કરતા તો ભારત ના યુવા વર્ગ ની વ્યથા દર્શાવતી એક આત્મકથા  ટાઇપ ની નોવેલ લખવી કેવી રહે ?? અને અચાનક જ થીમ સામે આવી અને એક ચેપ્ટર લખાઈ  પણ ગયુ..,

સાતમા ધોરણ ના વિજ્ઞાન  ન “પ્રજનન  તંત્ર” થી કહાની શરૂ કરી ને રોમાન્સ.  સેક્સની ભ્રામક માન્યતા, સામજિક કટાક્ષ  અને અંતે ફિલોસોફી.   આ એક અનંત સફર પર  ચાલનારી કથા બનશે. જે એક એક યુવા ની કથા હશે….

શાયદ matrubharti.com  ની anroid application પર હુ ebook રૂપે આ નોવેલ lakhish એટલે લોકો આસાનીથી  વાંચી શકે.

( હુ જાણું છુ કે કેટલાક લોકો તો આ પોસ્ટ જોશી ને વાંચશે  પણ ખરા પણ like નહી કરે. કારણ  કે like  કરીએ તો કૉઈ કેવું વિચારે ?? એ લોકોને વિચારવા  જ દો. )

ભારતમા સેક્સ  રોમાન્સ  supress  નહી પણ transform  થવો જોઈએ. આપણા રુશિઓએ તો કામ ને પણ દેવ બનાવ્યા છે. એ લોકો આ ઊર્જા જનતા હતા. પણ આપણે રૂઢીવાદી  બની સત્યાનાશ  કરી નાખ્યો. કામ  થી મુક્ત થયેલ માણસ  બીજુ કંઈક creative  વિચારી શકે….એ આપણા  પૂર્વજો જાણતા  હતા  એટલે આ વિષય એક દમ સામાન્ય હતો. કાલિદાસ કે નરસિંહ મેહ્તા એ બહુ  બધા શ્રુઁગારિક  રોમેન્ટિક  erotic  કાવ્યો લખ્યા છે. તો તો એ બધા અશ્લીલ જ થયા  ને ????

– Vivek Tank

Photo – Film – KAMASUTR – A TALE OF LOVE BY MIRA NAIR