જબ કોલેજ કી કોઇ બાત હુઈ…


images (25)

કોલેજ ખતમ કરી લીધા પછી ભાગ દોડ ભરી જિંદગી મા એક માણસ પોતાના હસતા ભુતકાળ ને યાદ કરે છે, ત્યારે તેની સ્મ્રુતી માં કોલેજ ના  યાદગાર અને romentic દ્ર્શ્ય ને ઉભુ કરતુ આ ગીત છે..

 

“જબ  કોલેજ  કી  કોઇ બાત હુઈ
મે સમજા કી, સુબહા મે ભી, અબ રાત હુઈ,

વો   જબ   જબ    આઈ    સામને
સબ કી હાલત, બુરી તરાહ, બરબાદ હુઈ

 

અબ જાન ઉસે હમ કેહને લગે થે

ઉસ્કે લિએ લાઈબ્રેરી કો, સેહને લગે થે

નજરે, શરારતી , હરબાર હુઈ

 

practical હો  યા,  કોઇ  ક્લાસ હો

હમારે લિયે વો, ઉસ્કે સીવા, બકવાસ હો

ફિર  ATKT  હાય રે !  હર સાલ હુઇ

 

વો Engaged  થી યા, single શરાબ થી

યે સોચ સોચ કે, હાલત હમારી ખરાબ થી

હમારી તબ, ખુદ સે હી, તકરાર હુઈ

 

અબ હુએ ખતમ વો દિન સુહાને

ઢુંઢતે રેહતે હે, પાને કો, નયે બહાને

ઔર એસે હી, કોલેજ હમારી , ખલાસ હુઈ”

 

– Vivek Tank

Advertisements

વરસે જો આ મોસમ મુજ પર


 

વરસે જો આ મોસમ મુજ પર, તો મન ભરી ને પીવી છે,

સ્નેહના  આ સત્કાર માં એક ઓળખાણ નવી કેવી છે,……

ટીપે ટીપે નામ લખવુ છે આજે મારી પ્રિયતમા  નુ

પછી અનમોલ આ ભેટ -ભીની હાથ એને દેવી છે, ……

થશે તરબતર લાગણીઓ હવે, આ દીલ ભીંજાયા પછી

ફુટશે અંકુર નવા  પ્રીતીના – જે  આજ સુધી સેવી છે…..

નીકળી પડો હવે છોડી ઉદાસી આ પ્રક્રુતી ને ઝાંખવા

વેંચી દો શૂન્યતા હવે, આજે  સુંદરતા જ આ લેવી છે….

જોર ક્યાં છે ?


images (15)

જીવ્યા કરુ રોજ એવુ જોર ક્યાં છે ?,

આ નામ હવે એટલુ મશહૂર ક્યાં છે ?

– વિવેક ટાંક

 

યાદ કર


 

The-Lucky-One1બે પ્રેમીઓ વર્ષો બાદ મળે છે ત્યારે પ્રેમી તેની પ્રેમીકા ને જુના સંસ્મરણો યાદ કરાવતા કહે છે, ” યાદ કર “

જુની વાત ને એકવાર મનથી યાદ કર,

પ્રેમ આપણો કેવો સર્યો તો એ યાદ કર,

 

તારી કબુલાત પ્રેમની ને મારી હા પડી તી,

આંખો પર દીધેલા એ ચુંબનો યાદ કર,

 

ઇશારાઓ થી આંખના વાત છલકાતી રોજ,

હોઠો પર તરસતુ એ સ્મીત યાદ કર,

 

ભીંજાતી તુ કેવી વર્ષા માં મારી બાહોમાં રહી,

નાક અડાડી સાથે લીધેલા શ્વાસ યાદ કર,

 

હતો અડીખમ પ્રેમ લાખો મુસીબત સામે ,

પ્રેમ માં મળેલી એ વેદનાઓ યાદ કર.

– વિવેક ટાંક

(છંદ – મનહર )

છેક છેલ્લા ખડક ને


images (16)

તારા આગમનથી આજે વરસાદ બહુ વરસી ગયો,

પણ તને જોઈ અહીં  દરીયો આખો તરસી ગયો.

– વિવેક ટાંક

ના રાત પડી


images (18)

આખર તોયે હજુ  ના રાત પડી,

મોંઘા સપનઓને ફરી લાત પડી,

 

હિંમત આપે જો ખુદા તો કહુ,

મન માં ઊંડે એક વાત પડી.

– વિવેક ટાંક

એવા ખયાલ માં છુ


images (21)એક છોકરો પોતાનું ઘર બદલે છે. ત્યાં નવા ઘર સામે એક છોકરીને પહેલી વાર જુવે છે, તેના પર ફિદા થઈ જાય છે, થોડા જ સમય માં તે તેની બધી આદત જાણી લે છે, સતત તેને જ રાત દિન જોયા કરે છે.પણ પાછળથી  પછી એને  ખબર પડે છે કે તે છોકરી તો એના કોઈ સંબંધીને ત્યાં આવી છે, પોતે તો કોઇ બીજા શહેર ની છે, એટ્લે પેલો છોકરો તેને શોધવા તેના શહેર માં જાય છે, એક મુસાફર બની.ત્યારે આ કાવ્ય આકાર લે છે.

એ ક્યારેક તો મળી જશે એવા ખયાલ માં છુ,

એના જ શહેરમાં બની મુસાફર પ્રવાસમાં છુ,

 

મારી  સુગંધનો અંદાજ  થોડો એ કાઢી શકશે,

કેટલાય દિવસથી બની અતર એના શ્વાસમાં  છુ,

 

એક નિશાની મળે  એની તોયે બહુ થઈ પડશે,

પગલા ક્યાં હશે ધૂળમાં એના, એ વિચારમાં છુ,

 

તરસ ના છીપાય મ્રુગજળથી એ તો ખબર છે,

તોયે લઈ  ક્ટોરો હાથમાં , એની આશમાં છુ.

 

– વિવેક ટાંક