વરસે જો આ મોસમ મુજ પર


 

વરસે જો આ મોસમ મુજ પર, તો મન ભરી ને પીવી છે,

સ્નેહના  આ સત્કાર માં એક ઓળખાણ નવી કેવી છે,……

ટીપે ટીપે નામ લખવુ છે આજે મારી પ્રિયતમા  નુ

પછી અનમોલ આ ભેટ -ભીની હાથ એને દેવી છે, ……

થશે તરબતર લાગણીઓ હવે, આ દીલ ભીંજાયા પછી

ફુટશે અંકુર નવા  પ્રીતીના – જે  આજ સુધી સેવી છે…..

નીકળી પડો હવે છોડી ઉદાસી આ પ્રક્રુતી ને ઝાંખવા

વેંચી દો શૂન્યતા હવે, આજે  સુંદરતા જ આ લેવી છે….

Advertisements

केसे ???


collage_650_120915015516

 

युं महेंगाई मे ए जिंदगी अब जिए केसे?

थोडी मुक्त थोडी उधार ए जिंदगी  लीए केसे?

 

बागो मे लगे नही अब तक आम,

और पेट्रोल का बढा चला हे दाम,

नशा भी ना हो वो मीक्स शराब अब पीए केसे ?

 

भ्रष्ट हुए हे लोग सारे, ईमान के नाम पे,

छोद दी हे ईज्जत सारी हर बदतर काम मे,

फटी हुई ए बेहाल इज्जत अब सीए केसे ?

 

मुन्नी- शीला के बीना पिक्चर अब चलती हे कहां ?

कदर करे कला की वो बस्ती अब बसती हे कहां ?

रिअल आर्ट ए दुप्लीकेट मार्केट मे अब  जीए केसे ?

 

फीर भी सब खुश हे और खुश ही रहेंगे,

हर दम लोग वो ही जिंदगी जिएंगे,

अच्छी सोच की आशा यहां अब कीए केसे?

 

Written By- विवेक टांक

મોકલ……..


flower-631765_960_720

ફોરમ ની વ્યથા ની થોડી કહાની મોકલ,
ફુલો માં રસ કેમ આવ્યો ?
એની  થોડી રવાની મોકલ,

અતર ને સૂંઘી ને લાગ્યુ કે ખુદા કમાલ છે,
હવે એની થોડી  જવાની મોકલ…

– વિવેક ટાંક

ખાલી ખાલી આ હાથ


4

 

ખાલી ખાલી આ હાથ ફરક્યા કરે છે,
ફરિ આવજો એવુ કહી એ મરક્યા કરે છે,

પકડુ છુ હાથ એનો જીન્દગી માટે,
ને એ તો રોજ હાથ માંથી સરક્યા કરે છે..

– Vivek Tank

બહુ સતાવ્યો,


દુનિયા થી તન્ગ આવી ગયા બાદ એક દિવસ મારુ મ્રુત્યુ થયુ, ત્યારે અન્તે પણ કેટલાક ક્રૂર,બેરહેમીમણસો એ મારી લાશ ને પણ ના છોડી ને પત્થર મારવા લગ્યા..ત્યારે મારા શબ્દો……….

જીવતો હતો ત્યારે બહુ સતાવ્યો,

એક વાર હસ્યો બાકી બહુ રડાવ્યો,

કોમળ હતુ હ્રદય મારુ પ્રેમ આપવા

તોયે ઝાલીમોએ મને પાગલ ગણાવ્યો,

જેને સહારો આપવા  જિવતો હતો જીન્દગી મારી બગાડી,

એ જ લોકો એ ખન્જર થી મારા મને જ મરાવ્યો,

શાન્ત છુ “વિવેક” આજે મૌત ને ભેટિ ને,

તોપણ લોકો એ લાશ પર મારી પત્થર નો વરસાદ કરાવ્યો

– vivek tank

ના નામે ….


bc61f46575617c2d88b1a7951b84a5f7

 

હર તરફ છે ખુદા બંદગી ના નામે ,

હું અને તુ છે જુદા સાદગી ના નામે,

 

ખુટે છે અંધકાર ચાંદની રાત માં ,

મૂકી દીધો સૂરજ આ તડકી ના નામે ,

 

લટકે છે માણસ રોજ લાગણી ની ડાળે,

પડ્યો વજ્રાઘાત એમાંય આંગળી ના નામે,

 

જોવા મથુ મુખ એનુ ને પાંપણ નીચી ઢળે,

સરકી જતી રાત આખી આંખડી ના નામે,

 

રહે તરબતર ઝંખના ઝાકળ ની ભીનાશ માં,

સળગી ઉઠી લો ચિતા તાપણી ના નામે

– Vivek Tank

જોર ક્યાં છે ?


images (15)

જીવ્યા કરુ રોજ એવુ જોર ક્યાં છે ?,

આ નામ હવે એટલુ મશહૂર ક્યાં છે ?

– વિવેક ટાંક