ખુલી ગયુ દ્વાર

August 28, 2009 vivektank 4 comments

1794267114LoveGreetings11ખુલી ગયુ દ્વાર ને હુ નીકળી પડ્યો,

ઠંડી ના માહોલમાંય હુ પીગળી પડ્યો,

 

દરિયો આવ્યો તો ડૂબાડવા મને,

ઝરણુ માની હુ તરી ગયો,

 

ક્યાં છે રસ્તો મારી શેરી નો ?,

ખુદ ના ઘર નુ  ઠેકાણુ હુ ભુલી ગયો,

 

અતર લાવ્યો તો મુજને છાંટવા ,

પણ સુગંધ આખા શહેર મા હુ ભરીગયો

 

રાહ હતી જેની એ તો સામે આવે છે,

 લો અંતર થી જ એને હુ મળીગયો.

 

( કવિતા-ઊર્મિગીત )

જિંદગી ની થોડી ક્ષણ

August 25, 2009 vivektank 2 comments
જિંદગી ની થોડી ક્ષણ જો સાથ હોત ,
                        તો તૂ દુર નહી મારી પાસે હોત,
 જે ચાહવા ઢંઢોળુ છુ જુની યાદ ને,
                        તે તારા જ રૂપ ની રોજ ઝાંખી હોત,
ગળગળા સ્વર થી જે વાત નીકળે છે,
                        એ વાત તારી બહુ સુંવાળી હોત,
રાખુ છુ જેને લોચન મા સંકેલી ને ડર થી,
                       એ ભીની લાગણીઓ બધી ભારી હોત,
કણસ્યા કરુ છુ જે રાતો મા તારા દર્દ થી,
                          એ રાત તારા સ્નેહ થી ઢાંકી હોત,
શંકા જો થાત’ તને મારી કલમ ની,
                        કબરમાંય કવિતાઓ મારી લાશ સાથે દાંટી હોત…
    
 - vivek

લકિર મારા આ હાથ ની ….

August 17, 2009 vivektank 4 comments

VincentHerringJobimforLovers-image014લકિર મારા આ હાથ ની પાછી ખેચાઈ ગઈ,

ખબર વિના મને ખુદ થી વેચાઈ ગઈ,

 

વ્હેમ ની મહેફિલ મા તો શુ કામ હતુ મારુ ?

લાગણીઓ પ્રેમ મા બધી ફસાઇ ગઈ,

 

ખાલી જ થઈ ગયો છુ, અન્દર્ની એ વાત થી,                                                              (adi)

એ તો શાયરી બની મુજ્થી કમાઈ ગઈ,

 

ગયો જ્યારે હુ સામે તો ડર લાગ્યો બહુ,

એ  આંખ એની  આંખ મા કેવી સમાઈ ગઈ,

 

 હુ બોલુ કંઈક અને એ સમજે બહુ બધુ,

મૌન ને જ સઘળી તે વાચા મનાઈ ગઈ.

 

 - vivek tank  (છંદ – મનહર)

પડે…

August 15, 2009 vivektank 1 comment

સમય ને સઘળુ માન અહી આપવુ પડે,

ચાલેલુ અન્તરેય કોક દી’ માપવુ પડે,

 

રાખવી હોય ગઝલ ને જીવતી જો પાનમા,

તો કલમ મા શાહી નુ ટીપુ નાખવુ પડે,

 

સબન્ધમા તો કેવી બનાવટ થાય છે અહી,

નામ પણ દોસ્તનુ દુશ્મનમા છાપવુ પડે,

 

રેખાઓ હાથની રોજ તો સાથ મા થોડી હોય ?,

વેરાન રણ ધીમા પગલે કાપવુ પડે,

 

પ્રણય ની ગૂઢ વેદનાઓ જાણવા “વિવેક”,

કાજળ સ્નેહ નુ આન્ખ સાથે ચાંપવુ પડે.

 

-vivek tank     (છંદ -મનહર)

આ માનવી …..

August 2, 2009 vivektank Leave a comment

આજે માણસ બહુ બદલાઈ ગયો છે….તેના સ્વભાવ માબહુ પરિવર્તન થવા લાગ્યુ છે,..ત્યારે એ માનવી પર મારા શબ્દો……

” આ માનવી સાવ “સાન્કડો” થઈ ગયો,
પ્રેમ ના તત્વ થી સાવ “અજાણ” રહી ગયો,

પરસ્પર કેવો દમ ઘુટીએ છીએ સાથ મા રહી,
તોયે સ્વાર્થ મા ખુદ ના એ સાવ ” વાન્કડો” થઈ ગયો,

” બાન્ધી મુઠી લાખ ની” રાખીએ તોયે કેવુ સારુ હોય,
પણ બાહ્ય વર્તન મા જ એ સાવ ” આકરો” થઈ ગયો,

વર્ષો થોડા વીતી ગયા ને વર્ષો થોડા વીતી જશે,
એવી ખોટી માન્યતા મા એ સાવ ” પાન્ગળો” થઈ ગયો,

પણ માન થોડુ બદલાય હાલ મા આપણા અહિ,
” વિવેક ” હુ તો વાત થી જ એની સાવ ” રાન્કડો ” થઈ ગયો..

-vivek tank (jnd)

” શહેર ઝન્ખના……”

July 19, 2009 vivektank Leave a comment

પોતાના શહેર કે દેશ થી દુર રહેનાર ને જ્યારે તેની યાદ આવે છે ત્યારે તેના શબ્દો ને કવિતા મા મે વાચા આપી છે…….

“ઝાન્ખુ કેટ્લુય હોય વાદળ વરસાદ ના બુન્દ ની આશ છે,
દૂર ભલે હોય શહેર થી મારા પણ યાદ ખુદ ની પાસ છે,

પહેલા વરસાદ મા કેવા ભીન્જાતા બધા સાથે ,
ભીની માટી ને સુન્ઘી ને કહેતા કેવી મીઠી સુવાસ છે ,

કઈક જોવ અહિ ને સઘળુ ત્યાનુ યાદ આવે,
ભુલી પણ કેમ શકુ એ , લીધેલા હવા મા એની સ્વાસ છે ,

થાય ઘણી વાર કે દોડી જવુ ફરિ એ રસ્તે,
અહી તો જિવતો દેહ પણ ખુદ “લાશ” છે …

– vivek

” વિદેશ મા રહેતા દેશ વાસીઓ માટે”

July 5, 2009 vivektank 2 comments

આપણા દેશ મા બહુ બધા યુવાન લોકો વિદેશ મા ભણવા જાય છે , ને ત્યાની દુનિયા જોઈ ને ત્યા જ રહેવા ના સપના જુવે છે, પણ પછિ તેને ત્યાનિ દુનિયા ની હકિકત ખબર પડે છે , ત્યારે તેને દર્દ થાય છે, ત્યા તેના પર થતા હુમલા, અપમાન થી તેને ખબર પડે છે કે મારુ વતન બહુ સારુ હતુ અને પછિ તે ફરિ મોકો શોધી અહિ આવાવા મથે છે……………

 

“ફરિ એ સાન્જ સામે નઝર દોડી ગઈ,
લાગ્યુ મારા જ વતન ની ધૂળ મને છોડી ગઈ,
 
ચાહી તી સ્વપ્ન મા જે જે રન્ગીન દુનિયા,
એ જ આભાસી દુનિયા મને રોળી ગઈ,
 
પડ્યો તો ખુશી ની લહેર મા મારા વતન મા ,
પણ ખોટિ લાલસા કાદવ મા મને બોળી ગઈ,
 
 નિકળી જવુ છે બસ હવે તો અહી થી એક વાર ,
સમજી લઈશુ કે સાચી વાત થોડી મોડી થઈ”

 

હાથ તારો આપી ને જો…..

March 31, 2009 vivektank Leave a comment

handએક વાર હાથ તારો આપી ને તો જો,

બધા દર્દ ભુલાવી ને તો જો,

સમન્દર આખો પ્રેમ થી છલકાવી દઈશ ,

બસ પ્રેમ સાચા ને જાણી તો જો,

એક્વાર અન્ધ-વિશ્વાસ મા છેતરાયા છો તમે,

પણ અમારા પર એક વાર વિશ્વાસ નાખી તો જો,

જો ના હોય હજુયે વિશ્વાસ આ દિલ નો,

તો ખન્જર પણ આ દિલ મા મારી તો જો,

લાશ ભલે રહે છેલ્લે મારી ,

એક વાર ગળે તેને લગાવી તો જો,

ઇચ્છુ છુ કે ભલે છેલ્લે પણ તુ આવે,

લાશ ને મારી કફન ઓઢાડી તો જો,

મર્યા બાદ પણ ખુશ કરીશ હુ તને ,

બસ તુ મરવાની વાત ને ટાળી તો જો…. ……..

Categories: Uncategorized

એક છોકરી મળી….

March 17, 2009 vivektank Leave a comment

a_cute_girl_02202871291એક દિ એક છોકરી મળી,
કેવી હશે દેખાવ મા એ તો ખબર નહી,
પણ સ્વભાવ મા આસમન જેવી છોકરી મળી

હુલમણુ નામ એનુ,

 થોડિક ચન્ચલ,

ને જિદી એવી છોકરી મળી ,

 

રુપ  રન્ગ ની રાણી હશે,

સુન્દર વસ્ત્રો પર શણગારતી હશે ,
મન મલકાઈ જાય  જોઇને એવી છોકરી મળી,

 

મારા જ શહેર ને એ જાણતી હતી
અજાણી હતી છતા લાગ્યુ કે વર્શો થી જાણીતી છોકરી મળી

ખેલાયા કરે છે માતમ ..

January 11, 2009 vivektank 1 comment

blood1

મહોરમ ન તાઝીયા નો ખતરનાક ખેલ જોઇને હુ ધ્રુજી ગયો તો ને પછી મે દર્દ કેવુ થતુ હશે એ જોવા માટે મે પણ મારા શરીર પર પ્રહારો કર્યા ને લોહિ સાથે બાથ ભરી, તેથી મે શરિર ને મોટી સજા આપી, ……….ત્યારે મારા શબ્દો……
આ ખેલાયા કરે છે માતમ
                        મને એક વાર તો સહેવા દો,
થોડા ઘા ઝીન્કી શરીર પર
                        લોહી લાલ વહેવા દો,
રાખવા છે ઝખમ મારે એની ચાહ મા,
                         રુઝ્યા વિના એ વર્ષો સુધી રહેવા દો,
આમ તો બહુ કષ્ટો લીધા છે કોઈ પાસે થી,
                         “વિવેક” આજે ખુદ થી કષ્ટ મને લહેવા દો..
Categories: તાજિયા