ના નામે ….
હર તરફ છે ખુદા બંદગી ના નામે ,
હું અને તુ છે જુદા સાદગી ના નામે,
ખુટે છે અંધકાર ચાંદની રાત માં ,
મૂકી દીધો સૂરજ આ તડકી ના નામે ,
લટકે છે માણસ રોજ લાગણી ની ડાળે,
પડ્યો વજ્રાઘાત એમાંય આંગળી ના નામે,
જોવા મથુ મુખ એનુ ને પાંપણ નીચી ઢળે,
સરકી જતી રાત આખી આંખડી ના નામે,
રહે તરબતર ઝંખના ઝાકળ ની ભીનાશ માં,
સળગી ઉઠી લો ચિતા તાપણી ના નામે
છેક છેલ્લા ખડક ને હુ સ્પર્શી ગયો,
પ્રથમ વાર જ્યારે પ્રેમ થાય છે ત્યારે સર્જાતી લાગણીઓ દર્શવતુ આ કવ્ય છે………