Archive

Archive for the ‘દેશ અને શહેર પર એક નઝર’ Category

” શહેર ઝન્ખના……”

July 19, 2009 vivektank Leave a comment

પોતાના શહેર કે દેશ થી દુર રહેનાર ને જ્યારે તેની યાદ આવે છે ત્યારે તેના શબ્દો ને કવિતા મા મે વાચા આપી છે…….

“ઝાન્ખુ કેટ્લુય હોય વાદળ વરસાદ ના બુન્દ ની આશ છે,
દૂર ભલે હોય શહેર થી મારા પણ યાદ ખુદ ની પાસ છે,

પહેલા વરસાદ મા કેવા ભીન્જાતા બધા સાથે ,
ભીની માટી ને સુન્ઘી ને કહેતા કેવી મીઠી સુવાસ છે ,

કઈક જોવ અહિ ને સઘળુ ત્યાનુ યાદ આવે,
ભુલી પણ કેમ શકુ એ , લીધેલા હવા મા એની સ્વાસ છે ,

થાય ઘણી વાર કે દોડી જવુ ફરિ એ રસ્તે,
અહી તો જિવતો દેહ પણ ખુદ “લાશ” છે …

– vivek

” વિદેશ મા રહેતા દેશ વાસીઓ માટે”

July 5, 2009 vivektank 2 comments

આપણા દેશ મા બહુ બધા યુવાન લોકો વિદેશ મા ભણવા જાય છે , ને ત્યાની દુનિયા જોઈ ને ત્યા જ રહેવા ના સપના જુવે છે, પણ પછિ તેને ત્યાનિ દુનિયા ની હકિકત ખબર પડે છે , ત્યારે તેને દર્દ થાય છે, ત્યા તેના પર થતા હુમલા, અપમાન થી તેને ખબર પડે છે કે મારુ વતન બહુ સારુ હતુ અને પછિ તે ફરિ મોકો શોધી અહિ આવાવા મથે છે……………

 

“ફરિ એ સાન્જ સામે નઝર દોડી ગઈ,
લાગ્યુ મારા જ વતન ની ધૂળ મને છોડી ગઈ,
 
ચાહી તી સ્વપ્ન મા જે જે રન્ગીન દુનિયા,
એ જ આભાસી દુનિયા મને રોળી ગઈ,
 
પડ્યો તો ખુશી ની લહેર મા મારા વતન મા ,
પણ ખોટિ લાલસા કાદવ મા મને બોળી ગઈ,
 
 નિકળી જવુ છે બસ હવે તો અહી થી એક વાર ,
સમજી લઈશુ કે સાચી વાત થોડી મોડી થઈ”

 

જાવ છુ ( on junagadh)

November 23, 2008 vivektank 1 comment

2342068575_f9d168eda31આ રસ્તાઓ પર બહુ કદમ મુક્યા પણ હવે જાવ છુ,
થોડી યાદો નઝર મા ભરી લઈ જાવ છુ,

એ પર્વત ની હારમાળા ને તળાવ ની મહેક,
કલ્પનાઓ પણ એને હવે મારી દઈ જાવ છુ,

ઝખમ પ્રેમ ના અહી જ મળ્યા તા પ્રસાદ મા,
એને હસતા મુખે સ્વીકારી સહી જાવ છુ,

એ દોસ્તી નો હાથ આન્ખ મારી બન્ધ કરે છે ,
છતા ખુલ્લી આન્ખે અહી થી રડતો જાવ છુ.

કોઈ અજનબી ને મળ્યો તો અહિ
ને ફરી ઉદાસી ની ગલીયો મા ચડ્યો તો અહિ,

ને છતા તે અજનબી ને
જિન્દગી ની મારી ખુશી દઈ જાવ છુ,

ફરી ફરી ને આ શહેર ને જોઈ લેવાનુ મન થાય છે,
મરી જાઉ તો લાશ પણ મારી અહિ જ લાવજો,
લો આ કફન પણ મુકતો જાવ છુ ……….