વરસે જો આ મોસમ મુજ પર, તો મન ભરી ને પીવી છે,
સ્નેહના આ સત્કાર માં એક ઓળખાણ નવી કેવી છે,……
ટીપે ટીપે નામ લખવુ છે આજે મારી પ્રિયતમા નુ
પછી અનમોલ આ ભેટ -ભીની હાથ એને દેવી છે, ……
થશે તરબતર લાગણીઓ હવે, આ દીલ ભીંજાયા પછી
ફુટશે અંકુર નવા પ્રીતીના – જે આજ સુધી સેવી છે…..
નીકળી પડો હવે છોડી ઉદાસી આ પ્રક્રુતી ને ઝાંખવા
વેંચી દો શૂન્યતા હવે, આજે સુંદરતા જ આ લેવી છે….
