યાદ કર
બે પ્રેમીઓ વર્ષો બાદ મળે છે ત્યારે પ્રેમી તેની પ્રેમીકા ને જુના સંસ્મરણો યાદ કરાવતા કહે છે, ” યાદ કર “
જુની વાત ને એકવાર મનથી યાદ કર,
પ્રેમ આપણો કેવો સર્યો તો એ યાદ કર,
તારી કબુલાત પ્રેમની ને મારી હા પડી તી,
આંખો પર દીધેલા એ ચુંબનો યાદ કર,
ઇશારાઓ થી આંખના વાત છલકાતી રોજ,
હોઠો પર તરસતુ એ સ્મીત યાદ કર,
ભીંજાતી તુ કેવી વર્ષા માં મારી બાહોમાં રહી,
નાક અડાડી સાથે લીધેલા શ્વાસ યાદ કર,
હતો અડીખમ પ્રેમ લાખો મુસીબત સામે ,
પ્રેમ માં મળેલી એ વેદનાઓ યાદ કર.
(છંદ – મનહર )
Categories: 1, મારી પ્રેમાળ કવિતાઓ
બાપુ બહુ રસિક છો તમે
” ભીંજાતી તુ કેવી વર્ષા માં મારી બાહોમાં રહી,
નાક અડાડી સાથે લીધેલા શ્વાસ યાદ કર,”
ગમ્યુ