Home > મારી પ્રેમાળ કવિતાઓ > એવા ખયાલ માં છુ

એવા ખયાલ માં છુ

03-PS18-4એક છોકરો એક છોકરીને પહેલી વાર જુવે છે, તેના પર ફિદા થઈ જાય છે, થોડ જ સમય માં તેની બધી આદત જાણી લે છે, અને પહેલી નજર નો કહેવાતો પ્રેમ થઈ જાય છે. પણ પછી ખબર પડે છે કે તે છોકરી તો કોઇ બીજા શહેર ની છે, એટ્લે પેલો છોકરો તેને શોધવા તેના શહેર માં જાય છે, એક મુસાફર બની………..ત્યારે આ કાવ્ય આકાર લે છે………….!!!!!

 

એ ક્યારેક તો મળી જશે એવા ખયાલ માં છુ,

એના જ શહેરમાં બની મુસાફર પ્રવાસમાં છુ,

 

મારી સુગંધનો અંદાજ થોડો એ કાઢી શકશે,

કેટલાય દિવસથી બની અતર એના સ્વાસમાં છુ,

 

એક નિશાની મળે એની તોયે બહુ થઈ પડશે,

પગલા ક્યાં હશે ધૂળમાં એના, એ વિચારમાં છુ,

 

તરસ ના છીપાય મ્રુગજળથી એ તો ખબર છે,

તોયે લઈ ક્ટોરો હાથમાં , એની આશમાં છુ.

  1. Riddhi
    September 19, 2009 at 2:36 pm | #1

    EXCELLENT! U r superb! NO words for this, just mind blowing!!

  2. September 20, 2009 at 6:37 pm | #2

    goood one !

  1. No trackbacks yet.