Home > મારી પ્રેમાળ કવિતાઓ > દોસ્તી ના પાલવમાં

દોસ્તી ના પાલવમાં

holding_handsદોસ્તી ના પાલવમાં પ્રેમનુ એ ટપકુ પડ્યુ,

એ લાગણીઓને એની બહુ વસમુ પડ્યુ,

 

એક નાની વાત માં રાત આખી ગુજરી જતી,

એ થોડા શબ્દો પછી બોલવાનુ મોંઘુ પડ્યુ,

 

હાથ માં હાથ લઈ શહેર માં કેવા ફરતા,

 એ દ્રશ્યને નજર માંથી ખસવુ પડ્યુ,

 

નવીન રજુઆત ના થઈ શકી જિંદગી ની,

 અંતે સબંધોને લો પાણી માં ભળવુ પડ્યુ,

 

એ વાત પછી બીજી કદી આશ નથી નીકળી,

ખાલી ઊર્મિઓને દિલ માંથી મરવુ પડયુ.

 

                        ( છંદ – મનહર )

  1. September 5, 2009 at 5:11 pm | #1

    હાથ માં હાથ લઈ શહેર માં કેવા ફરતા,

    એ દ્રશ્યને નજર માંથી ખસવુ પડ્યુ,

    ખુબ સુંદર વિવેક, દોસ્તીના પાલવમાં, કાવ્ય રસપ્રદ-વિચારપ્રદ છે.

  1. No trackbacks yet.