ખેલાયા કરે છે માતમ ..

મહોરમ ન તાઝીયા નો ખતરનાક ખેલ જોઇને હુ ધ્રુજી ગયો તો ને પછી મે દર્દ કેવુ થતુ હશે એ જોવા માટે મે પણ મારા શરીર પર પ્રહારો કર્યા ને લોહિ સાથે બાથ ભરી, તેથી મે શરિર ને મોટી સજા આપી, ……….ત્યારે મારા શબ્દો……
આ ખેલાયા કરે છે માતમ
મને એક વાર તો સહેવા દો,
થોડા ઘા ઝીન્કી શરીર પર
લોહી લાલ વહેવા દો,
રાખવા છે ઝખમ મારે એની ચાહ મા,
રુઝ્યા વિના એ વર્ષો સુધી રહેવા દો,
આમ તો બહુ કષ્ટો લીધા છે કોઈ પાસે થી,
“વિવેક” આજે ખુદ થી કષ્ટ મને લહેવા દો..
Categories: તાજિયા
આ એક યાદ છે એક એવા મહાન ખુદા ના બંદાની જે ણે સત્યતા કાજે પોતાના કુટુંબ અને 72 સાથીઓ ની કુરબાની આપી હજરત ઈમામ હુસૈન (અ.સ.)
ખંભાત એક એવું શહેર છે કે જ્યાં ફક્ત એકજ જ્ગ્યાએ થી તાજીયા નીકળેછે. અને તે અમારા દરબાર ગઢ થી. આખું ખંભાત એકજ જ્ગ્યા એ ભેગું થાય છે. અને આ તાજીયા ખુબ જ જુના છે. જેની વર્ષો થી પરંપરા ચાલી આવે છે.
તમારા બ્લોગ પર તાજીયા વિષે જાણી ને આનંદ થયો કે જ્યાં અભ્યાસ કરો છે ત્યાં ની સંસ્કૃતી ને પણ બ્લોગ પર લખી રહ્યા છો.