રહી જશે મારા શહેર મા (swh)
i have written this poem with crying heart to stop someone to go outside……
પગલા તારા રહી જશે મારા શહેર મા,
ભીની કરી જઈશ તુ આન્ખો મારી મારા શહેર મા
તુ ચોપાટી પર ત્યા છલકાતી હોઇશ,
ને અહી સાવ ખાલી સમણા થઈ જશે મારા શહેર મા
મળી કેટલાય ને ત્યા તુ હરખાઈશ બહુ,
ડુસકા એ રાત ના તારા રહી જશે મારા શહેર મા,
દોડવુ સહજ થઈ જશે ત્યા તો ,
પણ ધીમા પગલા ની ચાલ તારી રહી જશે મારા શહેર મા,
મળતા આપણે કેવા પાસ બેસી ને,
જગા તારી ખાલી રહેશે મારા શહેર મા,
દુર તુ જઈશ બહુ દોસ્તી મારી છોડી,
બસ પડઘા એના રહી જશે મારા શહેર મા,
ધીરે ધીરે ભુલવાની આદત થઈ જશે તારી,
પણ યાદ તારી હમેશ રહી જશે મારા શહેર મા,
ના જઈશ તુ એવી દિલ થી છેલ્લી ઇચ્છા છે,
બાકી લાશ મારી રહી જશે મારા શહેર મા
Categories: Uncategorized