જાવ છુ ( on junagadh)
આ રસ્તાઓ પર બહુ કદમ મુક્યા પણ હવે જાવ છુ,
થોડી યાદો નઝર મા ભરી લઈ જાવ છુ,
એ પર્વત ની હારમાળા ને તળાવ ની મહેક,
કલ્પનાઓ પણ એને હવે મારી દઈ જાવ છુ,
ઝખમ પ્રેમ ના અહી જ મળ્યા તા પ્રસાદ મા,
એને હસતા મુખે સ્વીકારી સહી જાવ છુ,
એ દોસ્તી નો હાથ આન્ખ મારી બન્ધ કરે છે ,
છતા ખુલ્લી આન્ખે અહી થી રડતો જાવ છુ.
કોઈ અજનબી ને મળ્યો તો અહિ
ને ફરી ઉદાસી ની ગલીયો મા ચડ્યો તો અહિ,
ને છતા તે અજનબી ને
જિન્દગી ની મારી ખુશી દઈ જાવ છુ,
ફરી ફરી ને આ શહેર ને જોઈ લેવાનુ મન થાય છે,
મરી જાઉ તો લાશ પણ મારી અહિ જ લાવજો,
લો આ કફન પણ મુકતો જાવ છુ ……….
Categories: દેશ અને શહેર પર એક નઝર
જૂનાગઢની યાદ તાજી થઈ ગઈ. આભાર.